આવકાશ વિઠ્ઠલ તલાટી

બહાર હતો અવકાશ અંદર પણ, હતો અવકાશ
બેઠો હતો બારીની ખુરશીમાં ટૂકડો લઇ અવકાશ .
આમ એક દિવસ હશે ના અહીં ખુરશી ના અવકાશ
ઓગળી જઈશ હું હું જ અસીમ અનંતને અવકાશ .
શ્વશુ છું અહીં શ્વાસ વિના પ્રાસ બધીર આવકાશ
કવચિત થશે એ નયન પથ વિસર્જિત અવકાશ .
સાદડી ગૂંથતો રહ્યો અને ઉકેલતો રહ્યો દિનરાત
હવે વીંટાળી સાદડી ભળી ગયો હું સ્વયં અવકાશ .

તમે હાથ આપો તો..

લગ્નજીવનમાં પતિ પત્ની વચ્ચે ક્યારેક ક્યારેક ગાંઠ પડતી હોય છે. પણ, પરસ્પરનાં સમજ સહકારથી એનો નીવેડો લાવી શકાય છે. પત્ની છે માનુની। પતિ વિનવે છે કે; “તમે હાથ આપો તો આપણે આમ ઊકેલીયે”.
તમે હાથ આપો તો.. વિઠ્ઠલ તલાટી
આ તો આયખું છે સજની!
આ તો આયખું છે
ગાંઠો ય પડશેને વળી દોરા ય તૂટશે।
આ તે કાચા દોરાની કાચી રે ગાંઠો સજની!
તમે હાથ આપો તો આપણે આમ ઊકેલીયે
ડાળ ડાળ ઝૂલવું શું આપણે આમ એકલ પંડે
જરા ડાળ નમાવો તો સંગ સંગ ઝૂલીયે।
ફૂલની ફોરમને પવન લ્હેરખી સાથ મહેકીયે।
તમે હાથ આપો તો આપણે આમ ઊકેલીયે
વાદળ તણી આંખ માંહી વીજળી પરોવીને,
ઝંઝાનાં તોફાન તે વળી રોકવાં કેમ કરીને?
તમે ધીમું ધીમું વરસો તો હથેળીમાં ઝીલીયે।
તમે હાથ આપો તો આપણે આમ ઊકેલીયે
વન ઉપવનમાં પતંગની પાંખ લઈ ઊડીએ
કિટ્ટાકિટ્ટીની રમત રમતાં સંગ સંગ આપણે
દૂર દૂર જઈ વળી વળી પાછાં પાછાં મળીયે।
તમે હાથ આપો તો આપણે આમ ઊકેલીયે

Yauvan

યૌવન વિઠ્ઠલ તલાટી

આકાશમાંથી પડ્યો હતો,
ફૂલોમાં ખર્યો હતો.
ઝાકળમાં નાહ્યો હતો.
બપોરના તાપમાં સવારનો તડકો હતો.
ઝરૂખામાં ઊભો હતો.
ચાંદનીનો તડકો હતો.
સરોવર ચંદ્ર તરતો હતો.
ના સરોવર, ચંદ્ર ન હતો.
પણ, હું ડૂબાડૂબ હતો.
સમય ફાગણ હતો.
રંગોનો ઉત્સવ હતો.
ભાંગનો થોડો પ્રસાદ હતો.
તરવરિયા તરંગ હતો.
અનુભવ થોડો પણ, મઝાનો હતો.

Ame

અમે વિઠ્ઠલ તલાટી
આકાશમાં નજર અને ધરતી પર પગ રાખ્યો છે અમે .
આમ બેઉ સ્થળો સાથે સંબંધ સાચવી રાખ્યો છે અમે.
આમ તો સમાચારમાં હમેશાં રહેતા આવ્યા છીએ અમે.
કારણ, તમે જે વિચારો છો એ સૌ વિચારતા નથી અમે.
ખબર નહોતી જ કોઈને જયારે બન્ને ય મળ્યાં હતાં અમે,
છૂટાં પડ્યાં ત્યાં જ બ્રેકીંગ ન્યુઝ બની ગયાં બંને અમે.
સમજ લે જે દોસ્ત! જીવનમાં મળે છે બધું જ ક્રમે ક્રમે,
છલાંગ લગાવવા ગયા તો ખરેખર ઢળી પડ્યા અમે.
ઊભી વાટે ચાલ્યા જતાં જરાક સરખું આડા ફંટાયા અમે,
રસ્તો હતો વીકટ પણ, નઝારો અજાયબનો જોયો અમે.null

Japanese Lilac

Japanese Lilac; Lilacs are natives of Japan, N. China, Korea and Russia. Japanese Lilacs is larger
than shurb. It blooms little later in spring, and blooms for a 2 or 3 weeks. Lilacs Creamy White, Ivory Silk and Purple રંગોમાં મળી આવે છે. Japanese Lilacને ફળવા માટે polonની આવશ્યકતા નથી હોતી. મારા એપાર્ટમેન્ટથી થોડે દૂર કોર્ટહાઉસ બહાર મેઈન રોડના કિનારે Japanese Lilacsને મળતો રહું છું. ક્યારેક ત્યાંથી પસર થતાં તેની ખુશ્બુને શ્વાસમાં ભરી લઉં છું. .

Japanese Lilac Vithtal Talati
Japanese Lilac.
પર્ણે પર્ણે હિમકણ ગૂંથી,
સડક કિનારે ઊભો ઊભો
શુભ્રશ્વેત, ધવલ પંક્તિ, ધવલ હાસ્ય
નીજાનંદે સુગંધ છાંટતો લાઈલક.
Japanese Lilac.
ગગનચુંબી કંકાલોની વચ્ચોવચ્ચ,
સુખને મૂકી, સુખ પાછળ દોડતાં ટોળાં,
શ્વસતાં, હાંફતાં, ધૂમ્મસ વેરતાં
રઘવાયાં રઘવાયાં વ્હિકલ્સ
પીઠે લઇ સતત દોડતા રાજમાર્ગના
કિનારે ઊભો નિર્લેપ, નિસ્પૃહ લાઈલક .
વસંતનાં પગલાં પડ્યાં ના પડ્યાં,
ભ્રમર પતંગની પાંખે બેસી,
નીકળી પડી ફૂલોની ટોળી.
પાછળ પાછળ ધીમાં ડગ ભરતો,
વિશાલ રાજમાર્ગના કિનારે મહોર્યો
પાંદડે પાંદડે ઝાકળ ઝબોળી
સુંગંધ છાંટતો લાઈલક .
ઊભો મગરૂર, પવન ઝરુખે.
ના પતંગ, ના ભ્રમર
કે પરાગની ના કશીય ગરજ.
એ તો આરામથી ફૂલદાની ભરતો રહ્યો.
ઝાકળ કાળવી સુંગંધ છાંટતો રહ્યો.
નિર્વ્યાજ!
અલગારી લાઈલક .

Avasan Geet

આવતા મે 1, 2016 હું 85 વર્ષ પૂરાં કરી 86ના વર્ષમાં પ્રવેશ કરીશ. મૃત્યુની ધાર પર ઊભો છું. હિરણ્યની કીકીઓમાં સૂતેલ મરણ ક્યારે વ્યાઘ્રના બાણથી વીંધાશે એ કોણ જાને છે. અહીં મૃત્યુની પરિકલ્પનાને લઇ થોડાં અવસાન કાવ્ય મૂક્યાં છે. આશા છે ગમશે!

હોલવાયા શ્વાસ . વિઠ્ઠલ તલાટી

પીળું પડ્યું ઝાડ અને પીળાં પીળાં પાન.
હોલવાયા દીવા, હોલવાયા હરતા ફરતા શ્વાસ .
છોડી પીળાં પીળાં રાન,
ચાલી ચાલી રે જ્યોતિ ચાલી શૂન્યને પરવાસ .
કેસરિયા ઘોડા હણહણે અને કેસરિયાં છે પલાણ,
*પવનવેગી ઘોડા વીંઝે, વીંઝે કેસરિયાળી યાળ .
ચાલી ચાલી રે જ્યોતિ ઝળહળ નિજને પ્રસ્થાન .
તેજલ તેજલ નદીઓને ઝળહળ ઝળહળ પહાડ .
સોનેરી રૂપેરી સાગર તરતા ગ્રહ તારા, સૂરજ, ચાંદ.
જ્યોતિ વિરમી વિરમી રે **મહત્તતત્વના ચક્ર પ્રકાશ.
* દુન્યવી સંબંધો અને ઈચ્છાઓને ખંખેરી.
** Particle

ચાંદો ડૂબ્યો સૂરજ ડૂબ્યો વિઠ્ઠલ તલાટી
ચાંદો ડૂબ્યો સૂરજ ડૂબ્યો ગગન ડૂબ્યું અસીમ અંધકાર.
શ્વાસોના હણહણતા ઘોડા જંપ્યા, અચલ કોડીલા અસવાર.
સૂકાઈ લાલ લીલી નદીઓને થંભ્યા ખળખળ જળ પ્રવાહ.
સૂકાઈ ડાળડાળ સૂકાયાં પાન, પંખી ચાલ્યાં છોડી નિવાસ.
*પળપળ બોલતી, ટોકતી પળપળ દિવાલો ઊભી સુમસામ.
આંસુએ ધોયાં, પોત્યાં આંગણાંને બલોયાંના ઉતાર્યા ભાર
ટોળાનો માણસ ટોળામાં સૂતો એકલો અટૂલો નિશ્ચલ શાંત
તુલસી કયારે ટમટમતો દીવો શોધે ખોવાયેલા દીવાની ભાળ
Wall clock, Calender

વ્યાધના બાણથી વીંધાઈ ગયું. વિઠ્ઠલ તલાટી
વાદળ પોતાના જ હાથે માંડેલ અલ્પનાને,
વિખેરી ગગન માંહી ખોવાઈ ગયું.
સૂરજ પાછળ પાછળ ચાલતા પડછાયામાં,
સૂરજ બિંબ પોતે જ સમાઈ ગયું.
*અગ્નિ સાથેના સંબધો, સંબંધોના સંઘર્ષોનું
આજ અગ્નિમાં જ સમાપન થઇ ગયું.
હિરણ્યની કીકીઓમાં સૂતેલ મરણ આજ
આખર વ્યાધના બાણથી વીંધાઈ ગયું.
*જઠરાગ્ની, લગ્નવેદી

શ્વાસ ખોટા પડ્યા. વિઠ્ઠલ તલાટી
ફૂંકાય તો કેમ કરીને ફૂંકાય,
મોરલીમાં મધમીઠા શ્વાસ.
શ્વાસ ખોટા પડ્યા રે, શ્વાસ ખોટા પડ્યા રે.
મોરલીના વ્રેહ વ્રેહને છે શ્વાસ તણી ઝંખના.
ઝંખના ઝાંખી પડી રે, શ્વાસ ખોટા પડ્યા રે.
1સૂરગંગાથી છલબલ નંદગામ, બરસાના,
આજ શાંત, નિશ્ચલ, નિષ્પંદ વધ્ય પૂતના.
કાન ખોટાપડ્યા રે, શ્વાસ ખોટા પડ્યા રે
2સૂર મુગ્ધા, તરંગ ઉમંગ વિહારિણી યમુના.
સુપ્ત અકંપ,અડોલ, ઋષિવર શાપિત અહલ્યા.
હોલવાયા લીલેરા શ્વાસ, શ્વાસ ખોટા પડ્યા રે.
સૂકી આંખના સૂકા ગોખમાં શરદચંદ્ર આથમ્યા,
*લલિતા** વિશાખાનાં નૂપુર નર્તન ગાન થંભ્યાં.
#સૂનાં સૂનાં લીલા ધામ, ગાશે ના મોરલી ગાન
શ્વાસ ખોટા પડ્યા રે, શ્વાસ ખોટા પડ્યા રે.
1 શરીર 2 રક્તવાહિણી *ઇંગલા ** પિંગલા # બ્રહ્મરન્ધ્ર

જે ઘર સમજતો હતો મારું હતું, આજ ઘરથી બેઘર થઇ સૂતો છું હું વિરાનમાં.
શોધશો ત્હોય હું મળીશ ના કોઈ સ્થાનમાં,મળીશ તો મળીશ કોઈક ના જીનમાં.

#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।#।
રડવાની રાતો ય વિતાવી હતી મેં હસતાં હસતાં.
જનાજો ઊઠાવો તો ઊઠાવજો યારોં! હસતાં હસતાં.
####################################

ક્યાંથી થાય?

ક્યાંથી થાય? વિઠ્ઠલ તલાટી
કર્મો કરે કોઈ અને ભરવાનું કોઈકને થાય,
સૂરજ આંખમાં *તણખલાં ખટકે તો શું થાય? * ઓઝોન
વાદળને તો મન મૂકીને વરસવું હતું ઘણું,
આપી આપણા સુખની આન પછી શું થાય?
કરી તો જૂઓ કોકને દિલોજાનથી તમે પ્યાર,
ઘર આંગણે રોજરોજ વૃન્દાવની રાસ થાય.
આપણે સુખનાં ચણ ચણવાને તલ્લીન એવા ,
કે મંડરાતાં સમડી, ગરૂડનાં દર્શન ક્યાંથી થાય!
અહીં આ ધરા પર તારનારા તો છે ઘણા બધા,
પછી સ્વયમને તરવાની ઈચ્છા જ ક્યાંથી થાય?

સુખને છે દુ:ખની માયા

સુખને છે દુ:ખની માયા . વિઠ્ઠલ તલાટી
સુખના સૂરજ પાછળ પાછળ ડગ માંડે દુ:ખના પડછાયા.
સુખ ચાલે તો દુ:ખ ચાલે સંગે, સુખને છે દુ:ખની માયા .
ધરાએ કાયાને રગદોળી સજાવી રંગબેરંગી રંગોની છાયા .
કોચલામાં બેઠું બેઠું સુખ થઇ પંતગ ફફડાવે નીજની કાયા .
ખુરશીમાં બેઠો જણ ભરીને બેઠો નિજમાં અગણિત અંગારા .
તારના દોરડે સુખના રોટલા ઘડતી કોઈ વણઝારણ વામા .
સિદ્ધિનાં શિખર આડે આડે ઊભા મોટા મોટા દુર્ગમ પ્હાણા,
પરસેવાનાં મોતી ગૂંથી ગૂંથી સર્જાય અકલ્પનિય સંકલ્પના .
ટેરવે ટેરવે રમતા મંજીરા વાગે અધરાતે, નીતરે સુખધારા
દુ:ખની લાકડી લઇને સુખ પાછળ દોડતી કોઈ એક નંદયશોદા .

બોલો, અમે કેમ કરીએ?

બોલો, અમે કેમ કરીએ? વિઠ્ઠલ તલાટી
ગુલમહોર હોય તો અમે વહાલ કરી ભેટીએ.
થોરિયા જેવી બરછટ લાગણીઓનું બોલો અમે કેમ કરીએ?
અરીસા પાછળ અમે ટહૂક્યા હતા મોર થઇને.
કાચ સરખી સપાટ લાગણીઓનું બોલો અમે કેમ કરીએ?
ઉજાળવા હતા હોઠો પરની સાંજના સૌમ્ય રંગોને
તમે તો અંધારનો પાલવ ઓઢી લીધો બોલો અમે કેમ કરીએ?
થોડાક શબ્દ, થોડાક અલંકારથી નવાજ્યાં તમને,
તમે તો પ્રિય! મર્મવેધ સમજી રૂઠ્યાં, બોલો અમે કેમ કરીએ?
પવન અને વીજના આ તે આપના સંબંધો પ્રિયે!
પાલવ સ્પર્શે જ્વલિત, તડિત, દુર્ઘા। બોલો અમે કેમ કરીએ?

જળ ભરણ ચલી

જળ ભરણ ચલી વિઠ્ઠલ તલાટી
ચલી ચલી, રે ચલી ગોપિકા જળ ભરણ ચલી.
લે લે ગગરિયા ઢળી રે ઢળી,
ગોપિકા જમના જળ ભરણ ઢળી.- ચલી.
તરંગ તરંગ કદંબ કદંબ સ્મરણ બાવરી,
ટપક ટપક ભરત ભરત ગાગર આંસુરી.- ચલી
નિરખ ગાગર માંહી સાગર વ્રજ ગ્વાલિની
બધીર શબ્દ મોરલી,મગન પિચ્છ બાવરી.- ચલી
અશબ્દ જળથળ મયૂર, ગગન કામ્બલી.
ડૂબી ગોપી લઇ જગત જમનામાં ડૂબાડી.-ચલી